Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ડૂબતો રહ્યો

ડૂબતો રહ્યો

1 min
6.6K


વેદનાના સાગરમાં હું ડૂબતો રહ્યો,
આંસુઓનાં આભમાં તરતો રહ્યો.

કરશો માફ ક્યારેક તો મને તમે,
એ ક્ષણને માટે સદા તરસતો રહ્યો.

પામવાને નજર એક મીઠી આપની,
રોજ મન મુકીને ખૂબ વરસતો રહ્યો.

નફરતને ય આપની માનીને ઉપહાર,
આપના જ દિલમાં ધબકતો રહ્યો.

મળ્યાં તીક્ષ્ણ કાંટાઓ નસીબમાં છતાં,
ખીલેલા ફુલોની જેમ મહેંકતો રહ્યો.

ઘેરતા'તા વાદળો ઘણા, આવીને મને,
ચમકતા ચંન્દ્રની જેમ ચમકતો રહ્યો.

ભેંટ્યાં રુદનોનાં કઇંક ટોળાં માર્ગમાં,
છતાંય હાલત પર 'જશ' હસતો રહ્યો.


Rate this content
Log in