Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અ ડેટ
અ ડેટ
★★★★★

© Binda Rawal

Others

1 Minutes   7.1K    3


Content Ranking

કેમ કરી કહેવું એને
કે
હું તને ચાહું છું!
 
વરસોથી અનુભવ્યો છે
એનો સ્પર્શ
સતત ઝંખ્યો છે
એણે મને
પણ બઘુંય
મારી જ જાણ બહાર.
 
સમય એની
રેશમી લટોમાં
અટવાઈ શ્યામ શ્વેત
થતો ગયો
 
પણ
હું
એના કેશમાં
કયારેય કેમ
આંગળીઓ પરોવીને
ખોવાઈ ન શક્યો?
 
સતત મારી વાટ જોતી
એની આંખોના
તરલ જલમાં ડૂબતા
હવે
મને શીખવું છે.
 
 
વીતેલા વરસોની સ્મૃતિઓ
ઘૂંટી ઘૂંટીને પીવી છે.
માત્ર
એની જ સાથે
 
એના
ખોળામાં માથું મૂકી
નિરાંતે જીવવું છે.
 
આજે
જન્મદિવસ એનો
અને
મારા એકરારનો પણ..
 
આ ઢળતી સાંજે
અમારા સંબંધનો
સુરજ
મારે ખિલવવો છે.
 
ગુલમહોરના અર્કથી
ઘૂંટીને લખેલો
એક લાગણીસભર પત્ર
માત્ર
મારુ માફીનામું જ.
કેન્ડલલાઇટ ડિનર
અને
ગુલાબનું એક ફૂલ
સાથે સાથે
મારા પ્રેમનો એકરાર.
 
આજે મારી ફર્સ્ટ ડેટ છે.
એની સાથે
શું
આટલા વર્ષોની
રુક્ષતા પછી
મારો પ્રેમ સ્વીકારશે?
 
ગડમથલ અને મૂંઝવણમાં
અટવાયેલ મન
કેમ કરી કહેવું
મોમ,
હું તને ખૂબ ચાહું છું.
 

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..