Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsh Bhrambhatt

Others

4  

Harsh Bhrambhatt

Others

કોણ ચાહે છે તને ?

કોણ ચાહે છે તને ?

1 min
13.7K


શું કરીશ જાણી ખરેખર કોણ ચાહે છે તને?
તુંય જાણે છે જીવનભર કોણ ચાહે છે તને?

તે છતાં કેવળ કરુણા પ્રેમ વરસાવે સતત
આ જગતમાં બોલ ઈશ્વર, કોણ ચાહે છે તને?

હા, ઘડી કે બે ઘડી જોવો કિનારા પર ગમે
એ કહે હરપળ સમંદર કોણ ચાહે છે તને?

ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગ
પણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને?

નામ ઝળહળતું બધાના હોઠ પર રમતું છતાં
જાય જો વીતી એ ઉંમર કોણ ચાહે છે તને?

ને નથી જો કોઈ પણ હા ચાહતું જો 'હર્ષ' તો
કૈંક જન્મોથી નિરંતર કોણ ચાહે છે તને 


Rate this content
Log in