Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah

Drama

4.8  

Prakruti Shah

Drama

ચેકમેટ

ચેકમેટ

1 min
568


શતરંજની રમતની બિછાવી જાળ,

શ્વેતરંગી અને શ્યામરંગી ચોસઠ ખાનાઓની માયાજાળ;


લશ્કર એટલે હાથી, ઘોડા, ઊંટ ને પાયદળ,

તો વજીર એ રાજા નું મનોબળ.


દરેકની ચાલ છે અલગ અલગ,

વજીરની ચાલ સૌની મિલી ભગત;


હાથીની ચાલ સીધી, તો ઊંટની છે ત્રાંસી,

પાયદળ ચાલે બે ડગલાં ને ઘોડાની ચાલ અઢી;


વજીર ફરે ચોતરફ, રાજાની છે મર્યાદા,

ચારે દિશામાં એક એક ડગલું એ એની આવરદા.


સૌ છોડી જાય જ્યારે સાથ,

રાજા લડે ત્યારે એકલે હાથ;


ઘેરાઈ જાય રાજા જ્યારે ચોતરફથી,

થઈ જાય ત્યારે એ ચેકમેટ.


આવી જ દશા છે જિંદગીની;

પોતાના જ્યારે છોડે સાથ,


ત્યારે માનવીની જિંદગીની બાજી,

થઇ જાય શતરંજના રાજાની જેમ ચેકમેટ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama