Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

તમે આવજો

તમે આવજો

1 min
1.2K


તારલા જડિત અજવાળી રાતે તમે આવજો 
મસ્તીભર્યા ગુલાબી સ્મિતને સાથે લાવજો 

મળવાને થનગની રહેલા આ અધિર હૈયાને 
સુકા પાન સમું છે, જે ઝંખે છે વસંતને 
મહેંદીથી રસાયેલ હાથો વડે પ્રેમથી પંપાળજો 
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો 

સુરીલા કોકિલ કંઠી સુમધુર સૂરોને વહાવી 
વાતાવરણમાં મીઠી સુગંધિત ખુશ્બુને ફેલાવી 
જમાવટ કરતી રંગભરી મહેફીલ સજાવજો 
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો

મસ્તીમાં મદહોશ બનશે વાતાવરણ સઘળું 
નાચી ઊઠશે ખુશ થ પછી મનડું મારું 
તમારા હેતભર્યા હૈયાને ધોધમાર વરસાવજો 
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો 

પલળી જાય મન ને પલળી જાય તન એવી 
માણવી છે 'જશ' મસ્તીભરી ક્ષણો સોનેરી 
ભીની ભીની લાગણીઓના ધોધને વહાવજો 
તારલા જડિત અજવાળી રાતે તમે આવજો 

તારલા જડિત અજવાળી રાતે તમે આવજો 
મસ્તીભર્યા ગુલાબી સ્મિતને સાથે લાવજો 


Rate this content
Log in