Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ક્ષણને વ્રણની વચ્ચે ફરવું
ક્ષણને વ્રણની વચ્ચે ફરવું
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   14.2K    8


Content Ranking

ક્ષણને વ્રણની વચ્ચે ફરવું તારા વશની વાત નથી,
હસતાં રમતાં જીવન તરવું તારા વશની વાત નથી.

સાચું ખોટું જે કૈં છૂટ્યું મિલ્કત થોડી બાકી છે પણ,
કાને ક્યાં ક્યાં શું શું ધરવું, તારા વશની વાત નથી.

ખેંચાતાણી અંદર અંદર તનથી મનને વેર ઘણું,
સમરાંગણમાં પાર ઊતરવું, તારા વશની વાત નથી.

અડધું પડધું જીવન જીવે, હારી બાજી તું જીતે પણ,
હર શ્વાસોને બાથે ભરવા, તારા વશની વાત નથી.

હા–ના, હા–ના કરતો રહેતો ભ્રમણા વચ્ચે તું અટવાતો,
કુંડાળાં તોડી સંચરવું, તારા વશની વાત નથી.

સપનાં સાથે નાવ લઈને સામે કાંઠે સરવું પણ,
વાસ્તવના હલ્લેસે તરવું, તારા વશની વાત નથી.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..