Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashish Aghera

Others

2  

Ashish Aghera

Others

હું એ જ રસ્તો છું

હું એ જ રસ્તો છું

1 min
7.3K


પાકો, મોંઘો ખરો પણ આમ હું સસ્તો છું,
સીધો ને આડોઅવળો, હું એ જ રસ્તો છું.

મુશ્કેલીનાં દરેક કારણનું એક તારણ છું,
જિંદગીનાં પ્રશ્નોનું મારણ, હું એ જ રસ્તો છું.

સાચા માટે સારો, ખોટા માટે ખરાબ,
કરેલ કર્મો દર્શાવનાર, હું એ જ રસ્તો છું.

પા પા પગલીથી લઈ, દોડાવીને થકાવનાર,
છેલ્લે સ્મશાને લઇ જનાર, હું એ જ રસ્તો છું.

કવિની કલ્પનાઓ, કાગળનો તારણહાર,
શબ્દોથી કવિતા બનનાર, હું એ જ રસ્તો છું.

તાપમાં તપ્યાં પછી, વર્ષે તૃપ્ત થનાર;
'મુસાફિર'ને મંઝિલે પહોંચાડનાર, હું એ જ રસ્તો છું.


Rate this content
Log in