Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

4  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

ન કર

ન કર

1 min
13.3K


કુસુમથીય કોમળ દિલને પ્રહાર ન કર,

શબ્દોની સાઠમારીનો વ્યવહાર ન કર,


અશ્રુઓ તો છે તોરણ નૈનને શોભાવે,

મારા વિનાની જિંદગીનો વિચાર ન કર,


ખીલશે પ્રકૃતિ વસંતનું આગમન થતાં,

પાનખરનાં લાવી કુસુમો તું હાર ન કર,


ગમે મને કોકિલ તુજ કંઠમાં વસ્યો જે,

ભાષાનાં અલંકારે શબ્દ સિંગાર ન કર,


પરસ્પર પ્રેમ એ તો છે બક્ષિસ ખુદાની,

માની એને દર્દને ખોટો ઉપચાર ન કર,


દિલદુગ્ધા કંઈ એમને એમ નથી વામતી,

ઐક્યનાં અનુસંધાને કોઈ પડકાર ન કર.


Rate this content
Log in