Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

પેટી સાથે પત્ર શહીદ

પેટી સાથે પત્ર શહીદ

1 min
443


મારા પ્રેમ પર તને શક થાય એ ખરું,

મારા વર્તનથી તને દુઃખ થાય એ ખરું,

મારા કામ-કાજમાં તને સ્વાર્થીપણાની,

ક્યાંક ગંધ આવે એ ખરું.


મારી ગેરહારજી તને માયુસ કરે એ ખરું,

મારા સાથની અને હાથની તને ખોટ સાલે એ ખરું,

સંબંધોમાં દૂરીની દીવાલ ચણાય એ ખરું.


પરંતુ, મારી જીવનસંગીની,

હવે હું કહું એ સંભાળ,

મારી જન્મભૂમીની સાદ કાને સંભળાય.


મારા વતનને મારા સાથની ગરજ સાંભળે,

મારા પૂર્વજોએ દીધેલ બલિદાનની લાજ હોય,

ધરતી'મા'ના ઋણ ઉતારવાની વાત આવે,

દેશ માટે કાંઈક કરવાની વાત આવે.


દુશ્મન સામે હિંમત દેખાડવાની વાત આવે,

દેશભક્તિ એક સાચા દેશભક્ત થઈને બતાવવાની વાત આવે,

ખરે સમયે સાચા ધરતીપૂત થઈને,

કાંઈક કરી છૂટવાની વાત આવે.


ત્યારે,

મારુ મન દેશ, દેશભક્તિ અને સચ્ચાઈમાં,

મારુ દિલ જોડાય એ ખરું,

થોડી સેવા દેશની કરવાની ઈચ્છા થાય એ ખરું.


થોડો સમય ધરતી'માં'ની,

સેવા કરવાની ઈચ્છા થાય એ ખરું,

તારી દરેક ફરિયાદ અને સવાલ પાછળના,

પ્રેમને પણ સમજુ છું.


એ જ હિંમત સાથે જીવવાનું છે એ પણ જાણું છું,

તારા સાનિધ્યમાં સુકૂનની ઊંઘ લેવા હું પણ આવું છું.


ચાલ હવે,

ખતમાં ફરિયાદ દૂર કરી પ્રેમ પણ મોકલું છું,

પ્રેમ સાથે એક મુસ્કાન પણ ઈચ્છું છું,


અને હા,

કદાચ, ચિઠ્ઠી સાથે બીજી ખબર પણ આવે તો,

હિમ્મતભરી એક ઝપ્પી મોકલું છું,

કોણ જાણી શકે કાલ સવારને ?

બસ આજ, આ ચાંદ જોઈને,

તારી યાદમાં એક પેગામ મોકલું છું.'


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational