Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mukesh Jogi

Others

4  

Mukesh Jogi

Others

ઈચ્છાનું આ નગર

ઈચ્છાનું આ નગર

1 min
13.1K


ઈચ્છાનું આ નગર તને સમજાય તો કહે,

માણસ એકાદ પણ અંહી પરખાય તો કહે.


રસ્તા અલગ છે સૌ ના, છે આ ચાલ પણ અલગ,

તારાથી ચાલ તારી જો જળવાઈ તો કહે.


એ લાગતાં ભરેલ, હકીકતમાં ખાલી છે,

ખીસ્સાની જેમ માંહ્યલો ફેંદાય તો કહે.


ઓળખને રોજ ઘુંટી ઘુંટાતો રહ્યો છું હું,

તારો ય એકડો અહીં ઘુંટાય તો કહે.


જે ભુસવા મથે લીટી, મારો સવાલ છે,

જળ પર લકીર તારાથી અંકાઈ તો કહે.


સરખા છે અંધકાર ને અજવાસ શહેરમાં,

તારા દીવાથી ત્યાં કશું અંજાઈ તો કહે.


ભરપુરતાની પેલી તરફ શૂન્યતા હતી,

છે પાંગળી આ દોટમાં દોડાય તો કહે.


પાદર ચબૂતરો સીમ ખેતર અવેજમાં,

આ હાંફતું નગર તને પોસાય તો કહે.


"જોગી" લખે છે આજ ગઝલ મોજશોખથી,

તારાથી દર્દ એનું જો વંચાઈ તો કહે.


Rate this content
Log in