Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગમતીલો વરસાદ
ગમતીલો વરસાદ
★★★★★

© Harshida Dipak

Others

1 Minutes   6.5K    6


Content Ranking

એક તું નથી ને તોયે વરસે ગમતીલો વરસાદ
વર્ષોથી આ તરસે ધરતી એવી છે ફરિયાદ
તું સાંભળે છે ને સાદ...?

ગામને પાદર ઘેઘુર વડલે
વડવાયુને પકડી આપણ
હળવે હળવે ઝૂલ્યાં,
શેઢે શેઢે, હરતાં - ફરતાં
કેવડિયાનાં ફુલડાં માફક
પડખે પડખે ખુલ્યાં,
હારતાં તોયે જીતવા માટે રહેતો કાયમ વાદ...
તું સાંભળે છે ને સાદ...?

હાલને આજે હાલતાં જઈએ
એકબીજાને જાણતાં જઈએ
પ્રેમનાં ઘૂંટો ભરતાં જઈએ,
ધીમું - ધીમું મીઠું બોલી
હળવું હળવું, દલડું ખોલી
શબદ સાથે સૂરને તોલી,
વાર કાં કરે કાન્હા હવે ભીતર ભીનો નાદ...
તું સાંભળે છે ને સાદ...?

ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..