Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Classics

5.0  

Heena Pandya (ખુશી)

Classics

યાદ છે!

યાદ છે!

1 min
492


જે પગથિયાં બાળપણમાં હું ચડ્યો'તો યાદ છે!

સંતુલન જેવું ગુમાવી હું પડ્યો'તો યાદ છે!


માતથી છુટ્ટો પડીને એકલો હું ચાલતો,

ઠેસ વાગીને પછી જો હું રડ્યો'તો યાદ છે!


આ યુવાનીનાં ભર્યા જોરે અહીં રહેવા પ્રથમ,

જો બધે આગળ થવાને હું તડયો'તો યાદ છે!


છેતરીને આ જગતને ક્યાં લગી જીવ્યાં કરું!

જ્યારથી મોટો બનીને હું નડ્યો'તો યાદ છે!


વૃદ્ધ બનતાં લાકડી તારા સહારે સ્હેજ તો,

મુજ મહીં આવી મને પણ હું જડ્યો'તો યાદ છે!


Rate this content
Log in

Similar gujarati poem from Classics