મેઘધનુષ
મેઘધનુષ
1 min
6.9K
મેઘધનુષના સાત રંગો
કયા રંગે રંગાવુ કાના.
મને ગમતો લાલ રંગ
સેંથીમાં સોહાય...
લાલ રંગે રંગાવુ કાના..
લાગણીઓના તાંતણે
ગુંથાવુ.
ભાલે કુમ કુમ ચાંલ્લો
લાલ રંગનો સોહાય..
સુહાગન નારી સોળ કળા
એ સોહાય..
લાલ રંગના પાનેતરમાં
સૌભાગ્યવતી કહેવાય.
મને ગમતો લાલ રંગ
અંગે અંગ સોહાય...
કાના તારા મોરપીંછનો રંગ
મેઘધનુષી કહેવાય.
મનેગમતો લાલ રંગ
મોરપીંછ કહેવાય...