Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishal Dantani

Abstract Others

3  

Vishal Dantani

Abstract Others

સરસ્વતી

સરસ્વતી

1 min
506


કરમાઈને કકડભૂસ થઈ જવાય તેવી અગન ગરમીમાં,

ધરતીને લાડ કરવાનું મન થાય એવા બે બાળકો,

ગરમીને માત દઈ ,ખભે કાંઈક ભરાવીને નીકળ્યા !


મધ્યાહને રસ્તે પાછાં ફરતાં નિશાળીયાઓમાં

દફ્તર સિવાય શું વર્તાય ?

પણ ભણતરનાં દફ્તરને પાછળ મૂકે એવો એનો ભાર !


રોજની ભૂખ નામની કેળવણીએ,

ખભે બાંધીને ફરે છે માંગવાની ઝોળી નામનું દફ્તર !


શિક્ષણ કેવળ રોટલો કેળવવાનું,

કંઠેથી ઘરે ઘરે ઉમટે ભૂખ નામે ગાણાં,

ને કોમળ કોમળ, નાનાં નાનાં હાથ પાડે છે

'ચપનિયાં' પાટીએ એકડો !


એમને સાથ કેવળ કુદરતનો,

ને નસીબે પ્રગટેલા કોઈ દાનીનો,

બાકી રોજ મળે અઢળક લેસન ફરવાનું ,

ને એ કરીને પાછું નાછૂટકે મળે ઘરે ઘરે

એકદમ મીઠાં દૂધ જેવાં કડવાં પ્રવચનો !


કોઈ કેમનો અવગણે એનાં ભણતરનો એકડો ,

'સરસ્વતી' તો કોઈકને ભણીને કામે લગાડે,

ને કોઈકને કંઠે બેસીને પેટીયું રળાવે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract