Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

AMRUT GHAYAL

Classics

0  

AMRUT GHAYAL

Classics

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે

1 min
87


મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,

જીવનમાં જીવવા જેવું કંઇ તારા વગર ક્યાં છે ?

ઉભયનો અર્થ એકજ છે, મરણ જીવન અવર ક્યાં છે,

કહે છે લોક જેને પાનખર એ પાનખર ક્યાં છે ?

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન,

તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે ?

હવે તો છે બધું સરખું કો માળો હોય કે પીંજર,

હતા બે ચાર ‘પર’ તૂટેલ એ બેચાર ‘પર’ ક્યાં છે ?

અધૂરી આશ છે દિલની અધૂરા કોડ છે દિલના,

મળી છે લાખ પ્યાલી પણ કોઇ મસ્તીસભર ક્યાં છે ?

સમજ પણ એ જ છે મુજમાં નજર પણ એજ છે કિન્તુ,

સમજ લાંબી સમજ ક્યાં છે, નજર લાંબી નજર ક્યાં છે ?

નયનનાં તીરના ઝખ્મો કરી બેઠાં છે ઘર એમાં,

હવે દિલ મારું દિલ ક્યાં છે, જિગર મારું જિગર ક્યાં છે ?

તને છે રૂપની મસ્તી મને છે પ્રેમની મસ્તી,

તને તારી ખબર ક્યાં છે, મને મારી ખબર ક્યાં છે ?

કવિ જેને કહો એવા કવિ ક્યાં છે કવિ “ઘાયલ”.


Rate this content
Log in