Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lata Bhatt

Romance

3  

Lata Bhatt

Romance

હું બોલ ન સૂણું સાજણના

હું બોલ ન સૂણું સાજણના

1 min
6.5K

હું બોલ ન સૂણું સાજણના,
હું તો ઘટઘટ પીઉં,
ઝબકોળાઇ અમ્રિતરસમાં જે બોલ બોલે રસના.

બે નેણ વચાળે, વસાવી એક નગરી,
સવાર સાંજ શ્યામ ત્યાં વગાડે બંસરી,
સપ્ત સૂરમાં એ રાગ છેડી,
મુજને લઇ જાય એવી કો’ વણદીઠ કેડી,
મોરલા બોલે મન વૃંદાવનના..

ઘેલી થઇ એની સંગ ચાલી નીકળું,
એ કુંજ્ગલીમાં હુ થોડી થોડી ઓગળું
થોડી ઘણી ય બાકી જે બચુ, 
એ શ્યામને સખી હું કેમ કરીને જચુ, 

વાઘા પહેરાવે એ વૈરાગણના.

શ્યામ શ્યામથી હું આખી તરબોળ,
બની શ્યામ આ જીન્દગીની ખોળ,
મધૂરપ એની એવી મુજમાંથી ઝમે,
મારું હોવું એટલે એટલું ગમે,

હું દ્વાર ન ખોલું નેણનના.

Rate this content
Log in

Similar gujarati poem from Romance