Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Drama

2  

Shaimee Oza

Drama

આવી ગઈ તે શુભ ઘડી

આવી ગઈ તે શુભ ઘડી

2 mins
231


આવી ગઈ તે શુભ ઘડી....

નેણ તણા સપના, યુવાની ની ગરમી...

મિલન માટે વર્ષો થી તરસતુ આ હૈયુ.....

આજે ખુશીએ મુજનો દ્રાર ખખડાવ્યો,

આવી ગઈ તે શુભ ઘડી........


આ દિવસ ની કેટલાક વર્ષો થી આ દિન ની રાહ હતી મારા તરસતા હૈયા માં......

દિલ ના અરમાનો પુરા થશે, કેટલું તો આંખોથી જ બોલાઈ જશે જોતા જોતા માં....

આવી ગઈ તે શુભ ઘડી.......

સદી ઓથી આ દિવસ ઝંખ્યો હતો,

ખુશી ઓ મુજ આંગણ આવી.


વરસાદ ના મૌસમ માં તન ભિંજાય,

આંખો માં કોઇ ની યાદ મને રડાવી નાખે...

આ દિવસ ની તલાશ હતી,

આજે આવી ગઈ આ શુભ ઘડી....

અરમાનો દિલે જોયા ઘણા,

આજ તેની હકીકત આવી ,

ખુશીઓ કેરી વર્ષા આવી.


આંખો મા મસ્તી, દિલ માં અરમાનો,

યુવાની નો ઉંબરો , તારી યાદો માં નિકાળેલા

એક એક દિવસો , મને એક યુગ સમા લાગે.....

આજે ખતમ થઈ મારા ઈંતજાર ની ઘડી.....

આજે આવી ગઈ આ શુભ ઘડી......

ખુશી નાં આંસુ એ રોઇ સજની,

મારે દ્વાર ખુશી ઓ આવી.....


આજે આપણે આજ થી તુ ને હુ નહીં

પર આપણે બનીશુ,

રસમ તો એક બહાનુ છે

યાર આપણે તો ઉપર થી 

જ નક્કી થઇ ને આવ્યા છે,

ભટકતા પંખી છીએ

જે આજે એક માળામાં થઇ જશું

જોજે ધ્યાન રાખજે કે આ શમણાનો માળો વીખરાઈ ન જાય.....

જે દિવસ ની રાહ હતી 

આજે આવી ગઈ તે શુભ ઘડી......


આજે તો નવો જન્મ થશે મારો,

આપણે સપ્તપદી નાં વચનો થી,

આપણે એકબીજા માં ઓગળી જશુ....

આજે તે શુભ ઘડી આવી ગઈ......


તારુ માસુમ સ્મિત, 

મારો નજર ઝુકેલો ચહેરો,

એમાય મળતો તારો સાથ 

આંખો માં મસ્તી....

હોઠો માં તરસ....

મૌસમ માં વધું રંગીન બનશે.....

તે આજે આવી ગઈ તે શુભ ઘડી......


મારો ગભરાયેલો ચહેરો 

ને તારો ઈશારાથી મળતો સાથ

મારો ડર ને તારી હિંમત 

બંને ભેગા થઇ ને એક જીંદગી બનશે

તે આજે આવી ગઈ શુભ ઘડી......


બે શરીર નહીં , બે આત્માઓનું મિલન 

હશે, અને એક યુગ્મ જોડકુ રચાશે,

આપણા તન તૃપ્ત થશે....

ને ઘરે ઘરે આપણી મિશાલ અપાશે.

તે આજે આવી ગઈ શુભ ઘડી......


પ્યાર ભર્યા ચુંબનો,

આપનો મસ્તી ભર્યો સ્પર્શ

આજે મિલન ની ઘડી આવી,

ખુશી ઓ આંગણ આવી....


ઓ સખી ઓ મંગલ ગાવો ,

ઢોલઆનંદે બજાવો,

નજર મારી ઉતારો,

આજનો દિવસ રહે સદા દિલ માં,

ખુશી મુજબ આંગણ આવી


"યુવાની ના સપનાં''.



Rate this content
Log in

Similar gujarati poem from Drama