Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Romance

3.3  

Chetan Gondalia

Romance

તારી પાંપણોને કર હુકમ..!

તારી પાંપણોને કર હુકમ..!

1 min
415


તારી પાંપણો ને કર હુકમ 

મારા દિલના પટ પર લખે કવિતા !


બળતી તરસે સુક્કા બરછટ હોઠ ને ,

રસિલ રાહત ઘોળી ચૂમે કવિતા !


ચીંદરડી શાં જીર્ણ-ત્યક્ત હૈયાને,

છાતી શાં ચાંપી સબલોક ઘૂમે કવિતા !


હિમશિખર 'ને મરુસ્થલ તે બેઉ - 

સમાન, સુનકાર ખાલીપો પૂરે કવિતા!


હર એક મારા શ્વાસોશ્વાસમાં,

ઘૂંટી લઉં તને, 'ને એમ જ બને કવિતા!


કેમેય કરી સમજી લે મોઘમ,

મારા સમર્પણની કલમ ઝંખે કવિતા!


તારી પાંપણોને કર હુકમ 

મારા દિલના પટ પર લખે કવિતા !



Rate this content
Log in