Meerabai Sant

Classics


0  

Meerabai Sant

Classics


હરિ મારે હ્રદયે રહેજો

હરિ મારે હ્રદયે રહેજો

1 min 60 1 min 60

હરિ અમરે હ્રદયે રહેજો, પ્રભુ મારી પાસે રહેજો.

જોજો ન્યારા થાતા રે, મને તે દિનનો વિશ્વાસ છે.

ધના ભગતે ખેતર ખેડ્યું, વેળુ વાવી ઘેર આવ્યા;

સંતજનોનાં પાત્ર પૂર્યાં, ઘઉંના ગાડાં ઘેર આવ્યાં રે. મને૦

જૂનાગઢના ચોકમાં નાગરે હાંસી કીધી;

નરસૈંયાની હૂંડી સીકારી, દ્વારિકામાં દીધી રે. મને૦

મીરાંબાઈને મારવા રાણાજીએ હઠ લીધી,

ઝેરના પ્યાલા અમ્રત કરિયા, ત્રિકમ ટાણે પધાર્યાં રે. મને૦

ભીલડીનાં એઠાં બોર, પ્રભુ તમે હેતે કરી આરોગ્યાં,

ત્રિભુવનના નાથ તમને મીરાંબાઈએ ગાયા રે. મને૦


Rate this content
Originality
Flow
Language
Cover Design