સહાયતા કરતાં વધારે શિખામણ દેનારા દેખાય છે.
જગત સાવ મતલબી ખરે ટાણે છોડનારા દેખાય છે.
સુખના સમયમાં સાથે રહી અલકમલકની કરનારા,
પણ આફતઓળા ઊતરતાં રાહ બદલનારા દેખાય છે.
જિંદગી તારે હજુ કેટલા કટુઘૂંટ પાવાના છે બાકી,
નથી હું શંકર કે વિષને હજમ કરનારા દેખાય છે!
'પાણી પાણી' ઝંખીને પ્રાણ પણ ત્યાગી દીધાં હશે
મૂઆ પછી તળાવ કૂવાઓ ખોદાવનારા દેખાય છે.
ના પાડી હતી વૈદોએ અન્નનો કોળિયો પણ લેવાની,
ને ગયા પછી ભોજન સમારંભ આપનારા દેખાય છે.