Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અપેક્ષા
અપેક્ષા
★★★★★

© Masum Modasvi

Tragedy

1 Minutes   6.7K    4


Content Ranking

અજાણી બનીને અજાણી રહી,

વફા આંચ દેતી સજાની રહી.

નિગાહો મળીને બની એક નજર,

મગર સાવ ટુંકી કહાની રહી.

હતી હેત ભીની હ્રદય ભાવના,

તરસતી હમેશા જવાની રહી.

ધરી ધારણા મન પ્રણયની છતાં, 

કદમ રોકતી પળ હયાની રહી.

મળ્યો સાથ જેનો ફકત બે ઘડી,

મગર યાદ કાયમ નિશાની રહી.

થયા ભુલવાના પ્રયાસો બધા,

અપેક્ષા ઉમંગે દયાની રહી.

સમય ના ટકોરે કદમ માંડતા,

નસીબે જ માસૂમ વિરાની રહી.

સમય પ્રેમ તરસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..