કામમાં આવી શકું
કામમાં આવી શકું
માનવીમાં પ્રેમને વાવી શકું,
વેરને દિલમાં જ દફનાવી શકું.
શ્વાસ છે આ જિંદગીમાં ત્યાં સુધી,
પ્રેમની હેલી જ વરસાવી શકું.
હંસ જેવી જિંદગી જીવું સદા,
પ્રેમમાંથી વેર અલગાવી શકું.
દર્દના દરિયા મળે વાંધો નથી,
જાત આખી તોય હરખાવી શકું.
સુખની ચિંતા હું કદી કરતો નથી,
દર્દને સુખમાં જ બદલાવી શકું.
હું હૃદયને એટલું પામી શકું,
કામમાં સૌના સદા આવી શકું.
જે નથી એ શોધવું શું કામનું,
જે મળે એને જ અપનાવી શકું.
ગાલગાગા ગાલગાગા ગાલગા