Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigna Shah

Others

3  

Jigna Shah

Others

ઘવાતું હોય છે

ઘવાતું હોય છે

1 min
14K


એકલાં જ્યારે હસાતું હોય છે,
કૈંક તો અંદર ઘવાતું હોય છે.

કોણ જાણે શું ય થાતું હોય છે?
આપમેળે બસ લખાતું હોય છે.

આપજે તું લાકડી મા-બાપને,
હાથ પકડી ક્યાં ચલાતું હોય છે.

બંધ દરવાજા ખુલ્યા પણ તે છતાં,
એમ અંદર ક્યાં જવાતું હોય છે.

સૌ પ્રથમ અફવા બધી ભેગી મળે,
ને પછી ટોળું રચાતું હોય છે.


Rate this content
Log in