દિલ તો આપ્યું
દિલ તો આપ્યું
1 min
13.3K
દિલ તો આપ્યું, બીજું શું આપું બોલ,
તને હૈયાના કયા ખૂણામાં રાખું બોલ.
સાગર જેવો ગહેરો છે પ્રેમ તારો એને,
હવે તો હું પણ કેમ કરીને માપું બોલ.
જાણું છું કે મિલન હમણાં શક્ય નથી,
પણ આશાના દોરને કેમનો કાપું બોલ.
જાણતો નથી, કેટલો પ્રેમ કરુંં છું તને,
હૈયામાં છાપ્યો, બીજે ક્યાં છાપું બોલ.
તને જ કહું છું મારા મનની વાત 'જશ',
મનના આ દ્રારને કેમ કરી વાખું બોલ.