Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

4  

Drsatyam Barot

Others

ગામની એ વાસ છે

ગામની એ વાસ છે

1 min
14K


બાળો ઘસો કૂટો મને આ ગામની એ વાસ છે

માર મહી રમતી હજી આ ગામની એ આશ છે


વાતો કરે એ બૂમ પાડી શાનમાં મીઠું લડે

ઝઘડા કરે ભેગા રહે આ ગામની મીઠાશ છે


અવસર કરે આગણ સદા રૂઠે મનાવે પ્રેમથી

જાતુ કરે દેખી સમય આ ગામની અજવાશ છે


બોલ્યા વચન તોડે નહીં વાતો કરી ફરતો નહીં

માણસ બધા બેજોડ છે, આ ગામની પેદાશ છે.


ખેતર સદા ખુલ્લા હસે, વાડી રહે લીલી સદા

માટી બની માણસ રહે, આ ગામની ભીનાશ છે.


પેટે સદા પાટા અહીં, બાધી મજૂરી જે કરે

મીઠા બધા જીવન મહીં, આ ગામની ખારાશ છે .


એ કામથી ભાગે નહીં, અવસર બનાવે પીડ ને

સુખ દુઃખ મહીં સાથે હસે, આ ગામની ઊજાશ છે.


ભૂલી બધી પીડા સદાએ મોજમાં રમતું રહે

હસતું સદા હોઠે રહે, આ ગામની બાલાશ છે.


કેડી અહીં વાકી નદીની જેમ સાગર ઊછળે.

સેથી ભરી હો સુંદરી, આ ગામની લાલાશ છે.


આગણ હસે તુલસી વસે વૃક્ષો સદા ગાતા રહે,

પંખી દિલે માળા કરે, આ ગામની લીલાશ છે.


આજે ઘરે આવ્યા પડોશી, હાલ જે બાજ્યા હતા,

માગી ક્ષમા ચા,પી કહે, આ ગામની હળવાશ છે.


Rate this content
Log in