કામ અને પ્રેમ
કામ અને પ્રેમ
1 min
1.2K
કામને પ્રેમનું ઉપનામ ન દેશો
પ્રેમને કામ કહી ન અભડાવશો!
કામની આગ છે દાહક
પ્રેમનો બાગ છે પ્રેરક
કામ છે અંધ ભુલાવે ભીંત
પ્રેમને સંગ ફેલાયે પ્રીત
કામની આગ છે મોહક
પ્રેમની નોખી છે રોનક
કામની તલપ ભુલાવે ભાન
પ્રેમની સોબત વધારે શાન
કામાથી કામિની બને બેફામ
પ્રેમથી પ્રેમીકા ખેંચે લગામ
કામનો છે કાતિલ અંજામ
પ્રેમનો છે ભરપૂર સરંજામ
યાદ રહે કામ નક્કી ડૂબાડે
પ્યારનો સુંદર ધર્મ છે તારે