Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hemangi Bhogayata

Inspirational

3  

Hemangi Bhogayata

Inspirational

નિશાન નીચું રાખવાનું નહીં

નિશાન નીચું રાખવાનું નહીં

1 min
423


એમ નથી કહેતી નિશાન ચૂકવાનું નહીં,

પણ નિશાન નીચું કદીયે રાખવાનું નહીં.


ભલે આસપાસનાં લોકો કોહીનૂર ન નીકળે,

મૂલ્ય કોઈનું ક્યારેય ઓછું આંકવાનું નહીં.


ભલે ને નડે મુશ્કેલીઓ અનેક રસ્તામાં,

ચાલતાં-ચાલતાં થાકીને ઊભું રહેવાનું નહીં.


ભલે હોય સહેલું ખોટી રીતે જીતી જવું,

આપણે ક્યારેય કપટથી જીતવાનું નહીં.


ભલે શીખવે પરીસ્થિતિઓ ખોટું કરતાં,

આપણે પરીસ્થિતિથી હારી ખોટું કરવાનું નહીં.


દુનિયા ભલે ચાલે ઘેટાં-બકરાની જેમ,

આપણે ટોળાની જેમ ચાલવાનું નહીં.


ભલે દેખાડે સૌ પોતપોતાનાં મુજબ દિશા,

આપણે જાણ્યા વિના એ દિશામાં જવાનું નહીં.


આપણાથી હોશિયાર છે દુનિયામાં ઘણા લોકો,

'પ્રજ્ઞા' ક્યારેય અભિમાન મન પર લાવવાનું નહીં.


Rate this content
Log in