સ્નેહની લગની
સ્નેહની લગની
1 min
1.3K
મનના વધેલા સ્નેહની લગની જગી રહી,
દુરી છતાંએ કેટલી જાણે બની રહી.
ચાહક નજરની ચાહના સપના વણી રહી,
વાહક બનેલી ભાવના મનની લગી રહી.
આવી અચાનક રાહમાં ભેટી ગયા પછી,
ધીમી ગતીની ચાલમાં મસલત ઘણી રહી.
જેના સહારે જીજવા ચાહે વરેલ મન,
તેના વિયોગી ભાવની વ્યાધી વધી રહી.
આંખે વસેલા રુપના કામણ ઘણાં છતાં,
હેતે ભરેલા ભાવમાં હસ્તી લડી રહી.
સુરત સજેલા રુપથી માસુમ બચો ભલા,
ભીતર જગેલી આશાની અગ્નિ જલી રહી.