વેદના
વેદના
1 min
7.0K
વેદના વેંઢારવી દિલને પડે છે
ને વાહવાહી શબ્દોને મળે છે
પાપ કરે છે આ સ્વાર્થી મન ને
દંડ ભોગવવા તો દેહને પડે છે
હોય સાચા દિલના માનવી જે
દુ:ખ સઘળું સહેવું તેને પડે છે
કેવો અજીબ ક્રમ છે પ્રભુ તારો
મોત માંગે જે જીવવું એને પડે છે
હશે "સતીષ" કુદરતનો કાનૂન આ
જીવવું હોય જાજુ મરવું તેને પડે છે