Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mehul Padia

Others

2  

Mehul Padia

Others

હશે!

હશે!

1 min
6.6K


કુદરતી ભૂલથી દરિયો ખારો હશે,
તો નદી ત્યાં ભળી એ સુધારો હશે.

સૌ પ્રથમ દિલ બગીચો હશે, ઘર હશે,
પણ જો અંદર જશો તો વખારો હશે.

ચીંથરે હાલ છે જિંદગીની ક્ષણો,
ફાડનારો હશે, સાંધનારો હશે?

છે પ્રવાહી છતાં ઊંચે ચઢતો હતો,
પારાને પણ વળી શેનો પારો હશે!

આજ તડકો ભલે ને બીજાનો તપે,
આવતી કાલનો સૂર્ય મારો હશે.


Rate this content
Log in

More gujarati poem from Mehul Padia