Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Romance

અસ્તિત્વનાં ઈશારે

અસ્તિત્વનાં ઈશારે

1 min
7.0K

હેત હૈયાનાં આમ ઉભરાઈને ક્યાં વેરાય?

નથી ખબર તોય હૈયું કાં હળવું ફૂલ થાય?

હું જ પોલી વાંસળી ને મહીં કોણ વાયુ બની,

સુર-સાગરે શૂન્ય સરગમ લહેરાવીને ગાય?

અહરનીશ છે આતશબાજી અહીં સુરજ-ચાંદ-

ને તારલાં તણી-નિરખી નયન કાં ન ભરાય?

અંતરનાં અંધારામાં આ દીપ સત્ય કેરા કોઈ,

પ્રગટાવી કોણ દિવાળી દિલની ઉજવી જાય?

હવે આ અમૃતકળશ છલકાઈ છલકાઈ ને,

ઢોળે પ્રેમ સૌ સંગાથે મલકાઈ મલકાઈ ને,

હવે ઝાઝી નથી ઝન્ઝટ, તો શું હાર ને શું જીત,

થઇ "પરમ" ને પ્રાપ્ત પારકની "પાગલ" પ્રીત,

હેત હૈયાના આ ઉભરાઈને ભલે ને વેરાય,

અસ્તિત્વનાં ઈશારે જ હૈયું મૌન ગીત ગાય.

Rate this content
Log in

Similar gujarati poem from Drama