Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shreyas Trivedi

Others

2  

Shreyas Trivedi

Others

આભાસ લઈ

આભાસ લઈ

1 min
7.0K


ક્યાં સુધી જઈશ તું આભાસ લઈ
જવું પડશે તારે અંતે વિશ્વાસ લઈ
 
સુવર્ણ મૃગને ખોટું કરો છો બદનામ
દોડયા'તાં પાછળ અધૂરી પ્યાસ લઈ
 
ખાલી શબ્દોથી નહિ રચાય ગઝલ
તારે લખવું પડશે અંતમાં પ્રાસ લઈ
 
છે ચોતરફ અંધારું તો શું થયું
લ્યો આવ્યો આગિયો પ્રકાશ લઈ
 
ભાગ્યને દોષ આપવો નકામો છે
નીકળો સદા ઘરેથી જ પ્રયાસ લઈ
 
કિંમતી ક્ષણો જીવનની ના ગુમાવ 'હોશ'
નથી ખબર આવ્યો છે કેટલા શ્વાસ લઈ
 
 
 
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in