Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kunjal Chhaya

Others

3  

Kunjal Chhaya

Others

મનામણાં રિસામણાં વરસાદને

મનામણાં રિસામણાં વરસાદને

1 min
14K


કે'વો માન મોંઘેરો -
હેં તું તો..
કરે સૌ કાલાંવા'લાં -
રીઝવવા તને..
વરસી જા ઘડીક -
મૂકીને માજા..
તો, સાતા થાય ધરાને-
ઓ રે.. વરસાદ!
 
ઘનઘોર ગોરંભાઈ બેઠો છો -
સીદને આ આડંબર, હેં?
દૂરથી ગર્જના કરે -
સમીપતાથી કેમ ડરે?
જો જે કોરો ન જાય શ્રાવણ -
ભીંજવી જા સૌનાં તન-મન..
તો, સાતા થાય ધરાને-
ઓ રે.. વરસાદ!
 
અનિમેષ જૂએ તારી વાટ –
મોરલા-ચાતક’ને બાળ.
ઝરમર ઝરતાં મેઘ નીર –
થકી તરસ્યાં ઝરણાં’ને ઘાટ!
પૂજન અર્ચન કર્યાં; કેટલાંય –
તૈયારી તને પોખવાને કરી.
તો, સાતા થાય ધરાને-
ઓ રે.. વરસાદ!
 
પ્રેમી પંખીડાંઓની હવે;
ખૂટી છે અખૂટ ધીરજ..
વસમો લાગે છે હવે તો –
પોરનો તપતો સૂરજ!
છોડ તારું ઘેઘૂર મિથ્થા –
એક હેલીએ ટાઢોરું કર..
તો, સાતા થાય ધરાને-
ઓ રે.. વરસાદ!
 


Rate this content
Log in