Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 સૂરજદાદા
સૂરજદાદા
★★★★★

© Priti Kotecha

Others

1 Minutes   1.1K    0


Content Ranking

સવાર પડે ને સૂરજ ઊગે એની કંકુવર્ણી કાયા

જાણી શકે ન આખી દુનિયા એવી એની માયા

 

લાલ-લાલને ગોળ-ગોળ ધગધગતો એ ગોળો

પૂરવમાંથી કદી ન ઊગે એ તો ભાઈ મોડો

 

સાંજ પડે ને દરિયામાં જઈ ડૂબકીઓ લગાવે

સવારમાં તો ચોખ્ખો ચણક થઈને એ તો આવે

 

સવારમાં તો આળસ-નિંદર સૌની એ ભગાડે

એની કાયા ચમકાવીને સંસારને જગાડે

 

પૂરવમાંથી ઊગે ને પશ્ચિમમાં જઈ ડૂબે

એની યાત્રા જોવા પેલા પંખી આકાશે ઊડે

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..