હેરાન ના કર
હેરાન ના કર
1 min
13.1K
આમ દૂર જઈને પછી હેરાન ના કર.
ઉપરથી યાદો મોકલી પરેશાન ના કર.
એકલો પાડી દીધો મને
ચિંતા ના થઈ મારી તને?
આમ છબીમાં હસીને હેરાન ના કર.
ઉપરથી ભણકારા દઈ પરેશાન ના કર.
હંમેશા જતી મને લઈ
સ્વર્ગે એકલી કેમ ગઈ ?
આમ એકલો પાડીને હેરાન ના કર.
ઉપરથી દેખા દઈ પરેશાન ના કર.
હુ તારી પાસે આવીશ
જવાબો ક્યાંથી લાવીશ?
આમ જાકારો આપી હેરાન ના કર.
ઉપરથી આવકારો આપી પરેશાન ના કર.