Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

ઝાડવાંનું જીવતર

ઝાડવાંનું જીવતર

1 min
13.1K


ઝાડવાંનું જીવતર જગતથી ન્યારું,

જીવન જીવતાં જે બીજાના સારુ.


ઉનાળે છાંયડો શીતળ કેવો આપે !

રક્ષતાં તરુવર ગ્રીષ્મ તણા સંતાપે.


આશરો પથિકને સદાય આપનારું,

ઝાડવાંનું જીવતર જગતથી ન્યારું.


લાવે આભેથી વર્ષાને એ બોલાવી,

દેતાં ધરા તણાં ધોવાણને અટકાવી.


હરિયાળીથી પ્રદૂષણને જે ટાળનારું,

ઝાડવાંનું જીવતર જગતથી ન્યારું.


વનૌષધિની ભેટ થકી રોગો હરનારું,

પ્રાણ પ્રત્યેકમાં પ્રતિપહોરે પૂરનારું.


હોય જે અંગાર આક્રમણ રોકનારું,

ઝાડવાંનું જીવતર જગતથી ન્યારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational