Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harsh Bhrambhatt

Others

4  

Harsh Bhrambhatt

Others

અસલમાં સબળ

અસલમાં સબળ

1 min
13K


પહાડથી પણ કઠણ એક પળ નીકળે
આંખ મીંચું તો થઈને કમળ નીકળે

કેટલી સાંજ ડૂબી છે પત્તો નથી
આસુંઓમાંય ઊંડા વમળ નીકળે

એ જ લોકોનો પડછાયો થઈને જીવ્યો
જેની સાથે ન એકેય પળ નીકળે

નમ્રતાની -કરુણાની મૂર્તિ સમો
એ જ માણસ અસલમાં સબળ નીકળે

એકલો ક્યાંય એકલતા મૂકતી નથી
સ્વપ્નમાં પણ હવે સૂના સ્થળ નીકળે


Rate this content
Log in