Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Drama

3  

Gunvant Upadhyay

Drama

ગઝલ- વિશ્વાસ

ગઝલ- વિશ્વાસ

1 min
7.5K

માથું તો ઊચકું પણ માથું નથી હવામાં,

ને એમ પણ વિચારો સાધુ નથી થવામાં!

ઉપચાર હોય એક જ ખુલ્લી હવા કરી દો,

વિશ્વાસ છે તમોને ખોટી થતી દવામાં!

મૂકાયું વેન્ટીલેટર હોવાની શક્યતા પર,

જાણે ઘડીપળોમાં શ્વાસો ય છે જવામાં!

કપડાં, મકાન, રોટી પ્રશ્નો થયાં છે ગાયબ,

લો, આખેઆખો માણસ શેકાય છે તવામાં!

સિત્તેર તો ગયાં ને આગળ હજું શું જાશે?

આશા કદાચ જીવે ચહેરા નવા-નવામાં!

Rate this content
Log in

Similar gujarati poem from Drama