Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parul Wala

Others

3  

Parul Wala

Others

ન હોય !

ન હોય !

1 min
7.0K


સ્વાર્થ, શંકા, દ્વેશ કે ઇર્ષા ન હોય,
હોય એ જો જાત પર શ્રધ્ધા ન હોય !
 
એકબીજાને ગમે એ પાત્રની,
બીનજરૂરી કાંઇ પણ ચર્ચા ન હોય !
 
પ્યાસ ધરતીની એ જાણી જાય છે,
નહીં તો અનરાધાર કંઇ વર્ષા ન હોય !
 
મેં તને કંઇ ભેંટમાં આપ્યું નહીં,
પ્રેમમાં એવા બધા ખર્ચા ન હોય !
 
તસ્વીરોએ શીખવાડ્યું છે મને,
કે કદી ભગવાન ઘઉંવર્ણા ન હોય !
 


Rate this content
Log in