Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મારી આજ..
મારી આજ..
★★★★★

© Punit Raval

Others

1 Minutes   6.9K    5


Content Ranking

આજે તેની પાસે બેસતાં જ એ મને વળગી પડી.
હું તો સાવ હતપ્રભ!
 
અચાનક જ આ શું થયું ?
સહેજ અળગી કરી હળવેથી પૂછ્યું: “શું વાત છે?“
 
એની આંખમાંથી દ્રશ્યો ખરવા લાગ્યા.
વીણાય એટલા વીણી, સાચવીને ફરીથી તેની આંખોમાં મૂક્યા.
ચૂપચાપ ઊભી થઈ એ તો ચાલવા લાગી – જતી રહી.
એ મારી ગઈકાલ હતી.
 
આજે હવે એકલો એકલો વિચારું છું..
આવતીકાલે ફરી એ આવશે – ત્યારે એની આંખોમાંથી કયા દ્રશ્યો ખરશે?
 
તેથી જ તો હું
મારી આજને ઉજવી રહ્યો છું,
જે આવતીકાલે મારી નહીં હોય...

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..