Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Patel"kasak"

Inspirational Romance Classics

4  

Sandip Patel"kasak"

Inspirational Romance Classics

ગોરી મને એકલું નહીં ફાવે

ગોરી મને એકલું નહીં ફાવે

1 min
13.1K


તારા વગર ગોરી મને એકલું નહીં ફાવે,

સતાવે સતાવે ગોરી યાદ તારી સતાવે.

ચકોરી ને ચાંદ જેવો પ્રેમ આપણો,

ગ્રીષ્મમાં લહેરાતો તું છે ગરમાળો,

કોયલડીની કૂ કૂ નો તું છે ટહુકારો,

ટહુકો કરી મનડું મારું હરખાવે... સતાવે.

શ્યામની છે રાધા ગોરી, ગોપી તુ મારી,

શ્યામ કેરી ચાહત વાળી મીરા તું મારી,

હું છું કાનુડો તારો બંસરી તુ મારી,

તું પદમણી મારી યાદ તારી આવે... સતાવે.

    

પ્રીતડીએ ગોરી તારી પાગલ બનાયો,

લાજ શરમ મેલી દલડું હારી આયો,

જેવો છું તેવો ગોરી મને અપનાયો,

ઓ ગોરી મારી જ્યારે મુખડું મલકાવે... સતાવે

 

તારા વગર ગોરી મને એકલું નહીં ફાવે,

સતાવે સતાવે ગોરી યાદ તારી સતાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational