Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Pujara

Inspirational

3  

Sandip Pujara

Inspirational

મમતાનું કાવ્ય

મમતાનું કાવ્ય

1 min
158


લખવામાં, બોલવામાં ભલે નાનું કાવ્ય છે,

'મા' શબ્દ આખી સૃષ્ટિની મમતાનું કાવ્ય છે.


લય, છંદ, પ્રાસ એમાં બધું જાતે આવી જાય,

હાલરડું 'મા'નું નોખી જ શ્રદ્ધાનું કાવ્ય છે.


આસ્વાદ કે ન કોઈ અનુવાદ એનો થાય,

માતાનું વ્હાલ આગવી ભાષાનું કાવ્ય છે.


બાળકના આખા જીવનમાં પાથરે પ્રકાશ,

'મા'ની બે આંખ ચાંદ સિતારાનું કાવ્ય છે.


સરખી જ ભાષા રાખે છે દુઃખમાં કે સુખમાં,

બંને પ્રસંગે આંસુઓ એ 'મા'નું કાવ્ય છે.


Rate this content
Log in