Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Darji Aabhas

Tragedy

2.5  

Bharat Darji Aabhas

Tragedy

હું પાયો છું

હું પાયો છું

1 min
13.7K


નથી ત્યાં લાગણીને તે છતાં એવો ફસાયો છું,

દિલે લીધેલ ખોટા દર્દનો તો ખુદ હું પાયો છું.

જરા માટી હટાવી જો અહીં અંદર મજામાં છું.

મને શોધો ન બારે હું કબર નીચે દટાયો છું.

બધા એ પોતપોતાનો નફો જોઈ વ્યથા આપી ,

કોઈ કવિતામાં શબ્દોના હિસાબે હું લખાયો છું.

ગઝલ મારી સુણી ઊભા થઈ ગયા શાયરો કેવા?,

મહેફિલના જુના જોગી તમારાથી સવાયો છું.

નથી વિશ્ર્વાસ આ ઈશ્કે ડગર પર આવતો મુજને,

જગતનાં મારથી 'આભાસ' હું કાયમ ઘવાયો છું.


Rate this content
Log in