Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

કણસતો કણ...

કણસતો કણ...

1 min
7.1K


જન્મોથી ટૂટી ટૂટીને કણસતો કણ કણ થયો
ને એમ કરીને હું આ સમયની રેતીનું રણ થયો

પાણીના પછડાટથી જ ટૂટી ટૂટીને કણ થયો
ને પછી કણ કણ શુકામ તરસનું કારણ થયો

વગર અગ્નિએ તપ્યો એવો કે ન પૂછો વાત ને
થવું તું તો જીવંત ને કોણ જાણે કેમ જડ થયો

ને પરાકાષ્ઠા તરસની પ્યાસી જ રહી જ્યારે
ભલભલાને ભૂલમાં નાખે એવું મૃગજળ થયો

સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ
તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો

કંઈ જન્મથી ભટકન આ રૂહની ‘પરમ’ પાછળ
બોધ એક જ પળનો ‘પાગલ’પનનું કારણ થયો


Rate this content
Log in