Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Children Stories Classics

3  

Shaurya Parmar

Children Stories Classics

કેવા નેક !

કેવા નેક !

1 min
247


આ ધરતી અને આકાશ,

આમ જોઈએ તો નોખા, 

આમ જોઈએ તો અનોખા,  


આમ જોઈએ તો બંને જુદા, 

આમ જોઈએ તો બંને એક, 

કેવો અપાર પ્રેમ બંને વચ્ચે, 

કેવા લાગણીશીલ ! કેવા નેક ! 


એક અનાજ આપે, 

એક વરસાવે પાણી, 

એક સાવ શાંત રહે, 

એક બોલે ઉપરથી વાણી, 


એક આપે રહેવા, ખાવા, પીવાનું, 

એક આપે ઠંડી, ગરમી, વરસાદ, 

કેવી અનન્ય સેવા બંનેની ! 

ગાજે અષાઢ, શ્રાવણ, ભાદ, 


એક તરસે, 

એક વરસે, 

એક ગહેકે, 

એક મહેકે, 

કેવા જુદા ! કેવા એક ! 

કેવા મજાના ! કેવા નેક ! 


Rate this content
Log in