Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Jadav

Others

3  

Vijay Jadav

Others

સાબિતી

સાબિતી

1 min
6.7K


પ્રેમમાં ક્યાં સાબિતી જોઇએ
એમાં તો બસ લાગણી જોઇએ. 

લવ યું કીધે પ્રેમ શું થાય છે?
પ્રેમમાં દીવાનગી જોઇએ. 

ગઢવી છું, ગાયક છું તેથી જ તો,
મુજ ખભા પર કામળી જોઇએ.

માત્ર લેવાનું જ ન રાખ તું,
ચીજ સાટે આપવી જોઇએ.

ભૂલ બીજાની જ ના કાઢ તું,
જાતને પણ માપવી જોઇએ.

એક પક્ષી પ્રેમ ના ચાલે દોસ્ત
બેઉને પ્રીતિ થવી જોઇએ. 

પ્રેમમાં એ પણ મજા છે 'વિજય'
દર્દની પળ માણવી જોઇએ.


Rate this content
Log in