વધશે
વધશે
1 min
14K
જે કંઈ તારી આગળ વધશે,
એજ તો આખર પાછળ વધશે!
આડું-અવળું ના વિચારો,
મનમાં ખોટાં બાવળ વધશે!
પ્રેમનો છેલ્લો નિયમ કહી દઉં,
આંખો રડશે, કાજળ વધશે!
છો દોડો આઝાદી પાછળ,
અંતે જોજો, સાંકળ વધશે!
એની જો મહેરબાની થાશે,
માણસ ઘટશે, પાતળ વધશે!
ઝાંકળ માટે ફૂલ વધારો,
ફૂલ વધે તો ઝાંકળ વધશે!
'નિનાદ' કીધું છે જોષીએ:
"ઈચ્છા સાથે આંગળ વધશે!"