લાભ પાંચમ
લાભ પાંચમ
1 min
7.1K
ખોટ જેવું કૈં નહિ,
બસ લાભ-લાભમ હોય છે,
મારા દિલથી તારા દિલ
એક લાલ જાજમ હોય છે,
સાત દિવસ, ચોવીસ કલાક
ને ત્રણસો ને પાંસઠ દિવસ,
તું મળે એ ક્ષણ બધીયે
લાભ પાંચમ હોય છે.