મૃદુ શબ્દ ગુંછો અતી પ્યાર સાથે,
ધરું છું બધાને હું આભાર સાથે.
જગતનો કોઇ બોજ ભારે શું લાગે,
તે જાણે જીવે જે અહંકાર સાથે.
પડે છે જરુરત અલગ હર સમય પર,
કલમને ના સરખાવો તલવાર સાથે !
હું માણસ છું કિંતુ હું માણસ રહું નૈ,
વધારે રહું છું સમજદાર સાથે !
વધુ રોશની પણ ખતરનાક લાગે,
રહ્યો છું સદા હું તો અંધાર સાથે.
દરદ ને ય 'મહેબુબ' શું હું નકારું,
સ્વિકારું છું સૌને જ્યાં સતકાર સાથે.