Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

વધાવું છું

વધાવું છું

1 min
13.6K


જે પળે જે મળે વધાવું છું,
હુ સમય ને પછી હરાવું છું.

યોગ્યતા મ્હેકની ધરાવું છું,
ફૂલ થઈ ડાળને ઝૂકાવું છું.

જન્મથી આ ફકીરી આવી છે,
હું ઘણું દ્વારથી વળાવું છું.

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું!

મારી ઓળખ સરળ બને માટે,
તારો છું એમ ઓળખાવું છું.

જાય આગળ તો દર્દ થઈને જાય,
સ્વપ્ન પાંપણ સુધી જ લાવું છું.


Rate this content
Log in